સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

મોરબીના પંચાસર ગામે જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સો પકડાયા

મોરબી,તા.૮: મોરબીના પંચાસર ગામે જુગાર રમતા નવા પત્તાપેમીઓને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.

મોરબી તાલુકા પીએસઆઈ આર એ જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના પંચાસર ગામની સીમમાં વોકળાવાળી મેલડી માતાજી મંદિર પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા મુન્નાભાઈ દેવાભાઈ લામકા, યાકુબખાન અબ્દુલખાલીદખાન પઠાણ, જગદીશભાઈ પ્રહલાદભાઈ વ્યાસ, હિતેશભાઈ જગદીશભાઈ ગોસાઈ, રાજેશભાઈ લવજીભાઈ નકુમ, તુષારભાઈ દ્યનશ્યામભાઈ ગોહેલ, લક્ષ્મણભાઈ ગોકળભાઈ ટોટા, રાજુભાઈ મોતીભાઈ રાઠોડ અને પરેશભાઈ મનુભાઈ પાટડીયા એમ કુલ નવ શખ્શોને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૫,૫૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:09 pm IST)