સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

ભાજપમાં જોડાવવા પીઢ અગ્રણી દ્વારા મને ઓફર થયેલીઃ અર્જુનભાઈ મોઢવાડિયા

પોરબંદરમાં કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણીના પ્રવચનમાં પૂર્વ ધારાસભ્યએ જાહેર કર્યુ

પોરબંદર, તા. ૮ :. વિલા સર્કીટ હાઉસમાં કોંગ્રેસના ૧૩૫માં સ્થાપના દિનની ઉજવણી કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પ્રવચનમાં જણાવેલ કે, દિલ્હી ગયેલ ત્યારે ભાજપના એક પીઢ સીનીયર અગ્રણીએ ભાજપમાં જોડાવવા ઓફર કરી હતી.

અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવેલ કે ભાજપના પીઢ સીનીયર અગ્રણીએ તેમના ઘેર બોલાવીને ભાજપમાં જોડાવવા ઓફર કરતા તેમને જવાબમાં મારો કોંગ્રેસ પક્ષ બરોબર છે અને ભાજપમાં જોડાવવાની ના પાડી દીધી હતી. સ્થાપના દિનની ઉજવણી કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રાગજીભાઈ તુંબડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ.

(1:08 pm IST)