સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

મોરબીના આલાપ રોડ ઉપર વોકળાના દબાણો દુર કરવા માંગણીઃ આમ આદમી પાર્ટી દ્વારા રજુઆત

મોરબી,તા.૮:  આલાપ રોડ પર આવેલ પાણીના નિકાલના વોકળા પર થયેલ દબાણો અંગે આમ આદમી પાર્ટીએ પાલિકા તંત્રને રજૂઆત કરીને દબાણ તાત્કાલિક દુર કરવાની માંગ કરી છે

આમ આદમી પાર્ટી મોરબી શહેર પ્રમુખ પરેશભાઈ પારિયા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવીને જણાવ્યું છે કે મોરબીના વજેપર સર્વે નં આલાપ રોડ પરના દબાણો દુર કરવા સ્થાનિક રહેવાસીઓએ અનેક રજૂઆત કરી છે તેમજ જીલ્લા કલેકટર દ્વારા બિનખેતી/વશી/૩૧૦/૧૭ તારીખ ૦૩-૧૦-૧૭ ના રોજ દબાણો દુર કરવા હુકમ કરેલ જેની આજસુધી અમલવારી કરેલ નથી આપની બેદરકારીથી જળહોનારત જેવી પરિસ્થિતિ ઉભી થઇ સકે તેમ છે કેમકે વરસાદી પાણી અને વિસ્તારના ગંદા પાણીના નિકાલ માટે રજવાડા સમયથી ૫૦ ફૂટ પહોળો અને ૭ ફૂટ ઊંડો હોકરાને રાજકીય ઓથ હેઠળ બીજાના લાખ ખાતર સંપૂર્ણ બુરી દેવામાં આવેલ છે જેથી ચોમાસામાં સ્થાનિક રહીશોને દ્યરોમાં ૧ થી ૫ ફૂટ પાણી ભરાઈ ગયેલ છે છતાં કોઈ કાર્યવાહી નહિ કરતા હાલ આ જગ્યા પર બિલ્ડીંગ વેસ્ટ મટીરીયલ્સ નાખી બિલ્ડીંગ વેસ્ટ મટીરીયલ્સ ૨૦૧૬ નો ખુલ્લેઆમ અનાદર કરવામાં આવે છે જો હજુ પણ આલાપ રોડ પર આવેલ પાણીના નિકાલના વોકળા પર થયેલ દબાણ દુર નહિ કરો તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારીને જણાવ્યું છે કે પ્રજાહિતના પ્રશ્ને તાત્કાલિક કલેકટરના હુકમની અમલવારી કરો અન્યથા તા. ૧૩ ના રોજ આંદોલન શરુ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

(1:03 pm IST)