સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

ટંકારાના કલ્યાણપુર ગામની જમીન અંગે વાદીઓ દ્વારા થયેલ દાવો નામંજુર

ટંકારા તા ૮  : ટંકારા કલ્યાણપુર ગામે જમીન પ્રતિવાદીની હોવાનો હુકમ કોર્ટે કર્યો હતો.

મળતી વિગત મુજબ ટંકારાના કલ્યાણપુર ગામે સર્વે નં.૭૬ પૈકી- ર ની ખેતીની જમીન કે જે રેમતબેન ઉમરભાઇની આવેલ હોય, જે જમીન પરત્વે વાદીઓએ રહીમાબેનના મરણના દાખલામાં સુધારા કરી, કરાવી તેના આધારે વારસાઇ આંબો મેળવી રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રીઓ કરી, કરાવી દીવાની અદાલતમાં જમીન પરત્વે દાવો દાખલ કરેલ હતો. તેમજ તેવી એન્ટ્રી સામે ડેપ્યુટી કલેકટર મોરબી સમક્ષ ગફારભાઇ ઉમરભાઇ દ્વારા અપીલ દાખલ કરવામાં આવેલ, તેમ છતાં ડેપ્યુટી કલેકટર દ્વારા તેવી અપીલના કામે બોગસ ડોકયુમેન્ટ પરત્વે લક્ષ આપ્યા વગર હુકમ કરી નાખેલ અને કોર્ટ દ્વારા આખરી ચુકાદો આવે તે પક્ષકારોને બંધનકર્તા રહેશેનો હુકમ કરવામાં આવ્યો હતો. તે દીવાની અદાલતમાં પુરાવાઓ અને પક્ષકારોની દલીલોને ધ્યાને લઇને વાદીઓ રેમતબેનના સંતાનો નહીં પરંતુ રહીમાબેનના સંતાનો હોવાની માની તેમજ દસ્તાવેજની વિગતે તેમનો સને ૧૯૮૧ થી કબજો હોવાની પણ સ્વીકારેલ નથી, તે ઉપરાંત વાદીઓ તરફે તેમના માતાની નામ રેમતબેન હોવાની રજુઆત પણ કોર્ટે માનેલ નથી અને તેમના માતાનું નામ રેમતબેનને બદલે  રહીમાબેન છે તેવી દલીલ પ્રતિવાદી પક્ષની ગ્રાહય રાખેલ હોય અને દાવાવાળી ખેતીની જમીનનો કબજો-ભોગવટો પ્રતિવાદી ગફારભાઇ ઉમરભાઇનો સને ૧૯૮૩ થી એકલાનો આવેલ હોય તેઓ ખેતીની જમીન વાવતા-ખેડતા અને ઉપજ જીપજ તેઓ લેતા હોય અને ગફારભાઇને એક વર્ષ પઝેશનની રૂએ માલિક હોવાનું ઠરાવેલ અને દાવાના કામે પ્રતિવાદી ગફારભાઇ ઉંમરભાઇ પક્ષે વકીલ ધર્મેન્દ્રભાઇ આદ્રોજા, દીપકભાઇ પારધી,અને ભરતભાઇ રાવલ રોકાયેલ , હોય જેની દલીલોને ધ્યાને લઇને ટંકારા પ્રિન્સિપાલ જજ એસ.એન. પુંજાણીએ વાદીઓનો દાવો ડીસમીસ યાને રદ કરતોઙ્ગ હુકમ આપવામાં આવ્યો છે.

(1:03 pm IST)