સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

મોરબીના ચોરીના ગુન્હામાં ૨૫ વર્ષ વોન્ટેડ આરોપી પકડાયો

રવજી ચાડમીયાને કાલાવડ પંથકમાંથી મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડ દબોચી લીધો

મોરબી,તા.૮: મોરબી એ ડીવીઝન પોલીસ મથકના દ્યરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા પચીસ વષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી પેરોલ ફ્લ્રો સ્કવોડે ઝડપી લીધો હતો.

મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાદ્યેલા તથા પી.આઈ. વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડ ટીમના જયેશભાઈ વાદ્યેલા, બ્રિજરાજભાઈ કાસુન્દ્રાને મળેલ બાતમીના આધારે મોરબી એ ડીવીઝન પોલીસ મથકના દ્યરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા પચીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપી રવજી રામુભાઈ ઉર્ફે નાનજીભાઈ ચાડમીયા રહે-કાલાવડ રણુજાચોકડી પાસે ઝુપડામાં જી.જામનગર વાળાને જામનગરના કાલાવડ ગામે રણુજા ચોકડી નજીકથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:01 pm IST)