સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

પોરબંદર જિલ્લામાં સમજદારી, સદભાવ, સાવચેતીથી મકરસંક્રાંતિની ઉજવણી કરવા અપીલ

પોરબંદર તા.૮: મકરસંક્રાતિ તહેવારની ઉજવણી સંદર્ભે પોરબંદર જિલ્લાવાસીઓ પતંગ ચગાવતા હોય ત્યારે પતંગની દોરીથી અબોલ પશુ-પક્ષીઓ,  વાહન ચાલકો તથા અન્ય કોઇને ઇજા ન પહોંચે તે ધ્યાનમાં રાખવુ જોઇએ. લોકોએ આ સમયે  સમજદારી, સદભાવ, અને સાવચેતી રાખવા ગુજરાત રાજય આપત્ત્િ। વ્યવસ્થાપન સતામંડળ અને જિલ્લા વહિવટી તંત્ર પોરબંદર દ્રારા લોકોને અપીલ કરાઇ છે.

લોકોને અપીલમાં જણાવેલ કે પ્રાથમિક સારવારની કિટ તૈયાર રાખો.,માણસો, પશુઓથી સાવચેત રહો.,પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઇ પુરતી છે કે કેમ તેની ખાત્રી કરો.,માથા ઉપરથી પસાર થતા વિજળની તારથી દુર રહો.,ધાબાની અગાશી કરતા ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો., પતંગ ચગાવતા બાળકોના વાલીઓ તેમની દેખરેખ રાખે., ત્રણ 'સ' યાદ રાખો સમજદારી, સદભાવ, અને સાવચેતી., સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ ના ગાળામાં પક્ષીઓ વિહરતા હોવાથી આ સમયે પતંગ ચગાવવાનું ટાળીએ અને પક્ષીઓનું જીવન બચાવીએ

પતંગબાજોએ સિન્થેટિક વસ્તુઓ અને પ્લાસ્ટીકના ઉપયોગથી બનાવેલી તીક્ષ્ણ દોરી કે ચઇનીઝ દોરી તરીકે ઓળખાય છે તેનો ઉપયોગ પતંગ ચગાવવામાં ન કરો. આ દોરાથી પક્ષીઓ દ્યાયલ થાય છે. લોકોને તેના દ્યાની અસર તહેવારની ઉજવણી બાદ પણ લાંબા સમય સુધી રહે છે. , વિજળીનાં તારમાં ફસાયેલા અને સબસ્ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચમાં પડશો નહી. ,લુઝ કપડા ન પહેરવા, માથે ટોપી પહેરવી., ગીચ રહેણાંક વિસ્તારોમાં પતંગ ચગાવવા નહી., ઢાળવાળી મકાનની છત હોય તેવા મકાનો ઉપરથી પતંગ ચગાવવો નહી.પતંગ કપાય જાય તો મકાનોની છત ઉપરથી પતંગ લેવા દોડવું નહી.થાંભલામાં કે મકાનમાં ફસાયેલા પતંગને પાછો મેળવવા પથ્થર ફેકવા નહી.અને સાવચેતી રાખવા અપીલ કરી છે.

(11:59 am IST)