સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

દેવભુમિ દ્વારકા જિલ્લામાં ચણા- તુવેર પાકમાં ઇયળનો ઉપદ્રવ અટકાવવા સુચનો

દેવભૂમિ દ્વારકા,તા.૮:  જિલ્લામાં ચણા તેમજ તુવેર પાકમાં લીલી ઈયળના ઉપદ્રવના નિયંત્રણ માટે નરફુદાને આકર્ષવા હેકટરે ૨૦ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ ની સંખ્યામાં બેલીખેડા સરખા અંતરે મુકવા. લીબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫્રુ અર્ક) ૧૦ લીટર પાણીમાં ઉમેરી ૨ થી ૩ વખત છંટકાવ કરવો. બેસિલસ થુંરીંજીન્સીસ નામના જીવાણુંનો પાઉડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફુગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છંટકાવ કરવો. જો વધુ પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળે તો રસાયણિક દવાઓ જેવી કે કલોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલી, ફ્લુબેન્ડીયામાઈડ ૪૮૦ એસસી ૩ મિલી, ફેનવાલરેટ ૨૦ઈ.સી ૧૦ મિલી, થાયોડીકાર્બ ૭૫ વેપા ૨૦ ગ્રામ, લેમડાસાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિલી પૈકેની કોઈ પણ એક જંતુનાશક દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો અને જરૂર જણાય તો અઠવાડિયા પછી દવા બદલી બીજો છંટકાવ કરવો પરંતુ જંતુનાશક દવાના છંટકાવ અને કાપણી વચ્ચે ઓછામાં ઓછો ૧૦ થી ૧૫ દિવસનો સમયગાળો જાળવવો.

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/  કૃષિ વિજ્ઞાન કેન્દ્ર/ તાલુકા અમલીકરણ અધિકારી/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિ.)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

(11:53 am IST)