સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

રાજકોટના દેવદાનભાઇ આહીરને કોટડા સાંગાણી કોર્ટમાં બે શખ્સોએ ધમકી આપી

ચેક રીટર્નના કેસનો ખાર રાખી ધમકી આપી ગોંડલના હરવિજયસિંહ જાડેજા તથા કોટડા સાંગાણીના રસીક સોજીત્રા સામે ગુન્હો નોંધાયો

રાજકોટ, તા., ૮: કોટડા સાંગાણી કોર્ટમાં રાજકોટના આહીર યુવાનને ચેક રીટર્નના કેસ બાબતે બે શખ્સોએ ધમકી આપતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં સદગુરૂ સોસાયટી જુના મોરબી રોડ પર રહેતા દેવદાનભાઇ બાબુભાઇ સોઢીયાએ ગોંડલના  હરવિજયસિંહ કિશોરસિંહ જાડેજા તથા કોટડા સાંગાણીના રસીક બાબુભાઇ સોજીત્રા સામે કોટડા સાંગાણી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીએ અગાઉ હરવિજયસિંહને કોરા ચેક આપેલ અને આ ચેક રસીકભાઇએ બાઉન્સ કરતા ચેક રીટર્નનો કેસ કોટડા સાંગાણી કોર્ટમાં થયેલ હોય આ કેસ સંદર્ભે ફરીયાદી તથા સાહેદ કોટડા સાંગાણી કોર્ટમાં  આવતા ઉકત બંન્ને શખ્સોએ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી.આ ફરીયાદ અન્વયે કોટડા સાંગાણી પોલીસે ઉકત બંન્ને શખ્સો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)