સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

પડધરીના નાના ખીજડીયા ગામે એટ્રોસીટીનો કેસ પાછો ખેંચવા બાબતે છરી - પાઇપ ઉડયા : સામસામી ફરીયાદ

રાજકોટ, તા., ૮: પડધરીના નાના ખીજડીયા ગામે એટ્રોસીટીનો કેસ પાછો ખેંચવા બાબતે દલીત અને સતવારા પરીવાર વચ્ચે છરી અને પાઇપ ઉડયા હતા. આ અંગે પોલીસમાં સામસામી ફરીયાદો થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના નાના ખીજડીયા ગામે રહેતા પ્રતિક વિનોદભાઇ પરમાર (દલીત) તથા તેની સાથેના સાહેદ પર તે જ ગામના મનીષ મનજી સતવારા, ભાવેશ પરસોતમ, પરસોતમભાઇ પ્રાગજીભાઇ, મયુર પરસોતમભાઇ તથા  ઇન્દુબેન પરસોતમભાઇ પરમારે લોંખંડના પાઇપ અને છરીથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે હડધુત કરી અપમાનીત કર્યો હતો.ફરીયાદીના પિતાએ અગાઉ એટ્રોસીટીની ફરીયાદ કરેલ હોય જે ફરીયાદ પાછી ખેંચી લેવા માટે ઉકત શખ્સોએ હુમલો કર્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત પ્રતિક પરમારની ફરીયાદ પરથી પડધરી પોલીસે ઉકત પાંચેય શખ્સો સામે એટ્રોસીટી સહીતની કલમો તળે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સામા પક્ષે નાના ખીજડીયા ગામે રહેતા પરસોતમભાઇ પ્રાગજીભાઇ  સતવારાએ તે જ ગામના પ્રતિક વિનોદભાઇ દલીત, વિનોદભાઇ વાલજીભાઇ, ગંગાબેન વિનોદભાઇ પરમાર તથા ખીમજીભાઇ વાલજીભાઇ પરમાર સામે લોખંડના પાઇપથી હુમલો કરી ફરીયાદી તથા સાહેદને ઇજા કર્યાની ફરીયાદ નોંધાવી છે. પડધરીના પીએસઆઇ જે.વી.વાઢીયાએ બંન્ને ફરીયાદો અંગે તપાસ હાથ ધરી છે.

(11:53 am IST)