સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

કોટડાસાંગાણીમાં સીએએના સમર્થનમાં જનજાગૃતિ રેલી

કોટડાસાંગાણી : કોટડાસાંગાણી તાલુકા ભાજપ ટીમ દ્વારા સીએએના સમર્થનમાં વિશાળ જન સંપર્ક અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમા સીએએને લઈને લોકોમા જાગૃકતા લાવવાના ઉદ્દેશ સાથે કોટડાસાંગાણીની મુખ્ય બજારોમા ભાજપના કાર્યકરો દ્રારા પત્રીકાઓ દ્રારા લોકોને ખાસ સમજણ અપાઈ હતી સાથેજ સરદાર ચોકમા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતીમાને અને બાબા સાહેબ આંબેડકર ચોકમા બાબા સાહેબના સ્ટેચ્યુને ફુલહાર કરાયા હતા ત્યારે તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવે જણાવેલ કે કોંગ્રેસ સીએએને લઈને લોકોને ગુમરાહ કરવાનુ કામ કરી છે જે યોગ્ય નથી સીએએના કાયદાને લઈને લોકોમા અરજકતા ફેલાવવાનુ કામ કોંગ્રેસ કરે છે. ભારતના અનેક વીસ્તારમા કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાથી લોકોને ગેરમાર્ગે દોરી જસ ખાટવાનો પ્રયાસ કરતી હોવાનું જણાવ્યું હતુ. ત્યારે નીતીનભાઈ ઢાંકેચા અરવિંદભાઈ સિંધવ રવીરાજસીંહ જાડેજા શૈલેષ ભાઈ વદ્યાસીયા સહીતના કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હતા તે પ્રસંગની તસ્વીર.

(11:52 am IST)