સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

કચ્છમાં ખનિજ માફિયાઓ સામે પોલીસનો સપાટોઃ ૧૨ વાહનો સાથે એક કરોડનો મુદ્દામાલ જપ્ત

નિરોણા ગામે સ્થાનિક પોલીસ અંધારામાં રહી અને એલસીબી ત્રાટકી

ભુજઃ તા.૮,  કચ્છમાં ખાણ ખનિજ વિભાગ અને સરકારના કાયદાઓની ખુલ્લેઆમ ઐસીતૈસી કરી બેખોફ બની ખનિજ ચોરી કરતા માફિયાઓ સામે હવે પોલીસ કડક બની છે. ભુજ તાલુકાના નિરોણા અને વટાછડ ગામ વચ્ચે નદીમાંથી રેતી ચોરીનું મોટું કૌભાંડ પશ્યિમ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યું છે. સ્થાનિક નિરોણા પોલીસને અંધારામાં રાખીને એલસીબીએ ભુજના ઈશાક જુમા નોડે દ્વારા કરાતી રેતી ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. કોઈ પણ જાતની પરમીટ વગર આ ખનિજ માફિયા દ્વારા કેટલી મોટી માત્રામાં રેતી ચોરી કરાતી હતી, તે પોલીસે ઝડપેલા વાહનો ઉપરથી જ ખ્યાલ આવી જાય છે. પોલીસે રેતી ચોરી કરતા સ્થળ ઉપરથી એક લોડર, બે રેતી ભરેલા આઈવા ડમ્પર અને ૯ ટ્રક સાથે કુલ ૧ કરોડ આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(11:46 am IST)