સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

ઠંડીના સુસવાટા વચ્ચે રાહત આપવા અડદીયા બજાર સજ્જ

ગોંડલઃ ઓણસાલ કડકડતી ઠંડી પડી રહી છે અત્યારે મકરસંક્રાંત દરમિયાન સુસ્વાટા મારતા પવન સાથે ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે તયારે લોકો ઠંડીમાં રક્ષણ મેળવવા શરીરને ગરમાવો આપવા કાજુ, કીસમીસ, ગુંદર અને તેમના મસાલાથી ભરપુર અડદીયાનો સ્વાદ માણવાનું ચુકતા નથી અને વેપારીઓ પણ આ તકને ઝડપવા તત્પર હોય છે ત્યારે સૌરાષ્ટ્રના દરેક ડેરીફાર્મ - ફરસાણની દુકાને તાજેતાજા મધમધતા ઘીમાં તરબોળ અડદીયા સોકેશ જોઇને ભલભલાના મોઢામાં પાણી લાવી દેતા હોય છે. (તસ્વીર ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:45 am IST)