કોડીનારના વેલણ મુકામે સરપંચોની મીટીંગ યોજાઇ
કોડીનાર તા.૮ : વેલણ મુકામે સોડમ માતાના સાનિધ્યમાં કોડીનાર તાલુકાના સરપંચશ્રીઓની અગત્યની મીટીંગ યોજાઇ હતી. જેમાં બહોળી સંખ્યામાં સરપંચશ્રીઓ હાજર રહેલ હતા.
સૌપ્રથમ કોડીનાર તાલુકાના દરેક સરપંચોને પડતી વહીવટી મુશ્કેલીઓમાં તા.પં.ના સ્ટાફ દ્વારા થતી કનડગતતો અને વિકાસના કામોમાં પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા વિચારણા કરાઇ હતી.
સદરહું મીટીંગમાં જિલ્લા કારોબારી સમિતિના અધ્યક્ષ પી.એસ.ડોડીયા પણ હાજર રહેલ તેઓને પણ દરેક મુશ્કેલીઓ બાબતે ગંભીરતાપુર્વક રજૂઆત કરેલ જેથી તમામ સરપંચોની રજૂઆત ધ્યાને લઇ કારોબારી ચેરમેન પ્રતાપભાઇ ડોડીયાર દ્વારા સત્વરે વિકાસ અધિકારીને સુચના આપી તલાટી કમ મંત્રીશ્રીઓ તાલુકા પંચાયતો તમામ સ્ટાફગણ તાલુકા પં.જિ.પં.ના જવાબદાર પદાધિકારીઓને બોલાવી રૂબરૂમાં અગત્યની મીટીંગ બોલાવી તમામને કોઇકામમાં વિલંબ નહી કરવાની તાકીદ કરી હતી.