સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરતા યાત્રિકો માટે વિમો ચુકવવામાં આવ્યો

વેરાવળ-પ્રભાસ પાટણ, તા. ૮: બાર જયોતિર્લિંગ માનું પ્રથમ જયોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન દેશ વિદેશ માંથી લાખ ની સંખ્યા મા યાત્રિકો સોમનાથ આવે છે ત્યારે સોમનાથ દર્શન અર્થ આવતા યાત્રિકો ની સુરક્ષા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વીમો ઉતારવા મા આવ્યો છે આફત કે અન્ય આકસ્મિક બનાવ વખતે જો કોઇ યાત્રિકો નું મૃત્યુ થાય તો તેના વારસોને વળતર મળી રહે એ માટે સોમનાથ ટ્રસ્ટ વીમો ઉતાર્યો છે.ટ્રસ્ટ એ માટે દર વષે રૂ. સવા લાખનું પ્રીમિયમ ચૂકવશે. સોમનાથમાં અદ્યટિત બનાવ વખતે કોઇ યાત્રાળુનું મોત થાય તો તેના વારસોને વળતર મળી શકે જેથી યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને દર વર્ષે રૂ. સવા લાખનું પ્રીમિયમ ચૂકવવામાં આવશે આ પ્રમીયમ અંતર્ગત સોમનાથ મંદિર સંકુલ ટ્રસ્ટના ગેસ્ટહાઉસ કાર્તિક પૂર્ણિમા ના મેળા ટ્રસ્ટ હેઠળ ના તમામ મંદિરોમાં બનેલી ધટનામા મૃત્યું પામનાર યાત્રિકનાં વારસોને વળતર ચુકવવા આવશે એક વખતમાં કંપની વધુમાં વધુ રૂ. ૧૨.૫ કરોડ અને આ પ્રકારના સંજોગોમાં વર્ષ દરમ્યાન વધુમાં વધુ રૂ. ૨૫ કરોડનું વળતર ચૂકવશે.

(11:44 am IST)