સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

કોડીનાર લોહાણા મહાજનના નવા હોદેદારો

કોડીનારઃ શ્રી લોહાણા મહાજન કોડીનારના પ્રમુખ ઉપપ્રમુખની મુદત પૂર્ણ થતા તાજેતરમા જ્ઞાતિજનોની જનરલ મીટીંગ મળી હતી. આ મીટીંગમાં પ્રમુખ તરીકે ભરતભાઇ મેઘજીભાઇ રૂપારેલ અને ઉપપ્રમુખ તરીકે પ્રભુદાસભાઇ જીવરાજભાઇ ખંઘેડીયાની સર્વાનુમતે વરણી કરવામા આવી હતી. ત્યારબાદ પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા અન્ય હદેદારોની વરણી કરવામા આવી હતી. મંત્રી તરીકે જયેશકુમાર અમૃતલાલ અજાબીયા, સહમંત્રીમા વિજયકુમાર દામોદરદાસ કાનાબાર, સંકલન મંત્રીમાં નલીનકુમાર ઠાકરશીભાઇ વિઠ્ઠલાણી અને ખજાનચીમાં જીતેન્દ્રકુમાર કાંતિલાલ ભુપતાણીની સર્વાનુમતે વરણી કરવામા આવી હતી. પ્રમુખ સહિત હોદેદારોની તસ્વીર.

(11:43 am IST)