સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th January 2020

જુનાગઢમાં ઝાલણસર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત : પિતા-પુત્ર અને વેવાઈનું ઘટનાસ્થળે મોત

બ્રિજ પર ફોરવહીલ અથડાતા બાઈક નીચે પડતા ત્રણેયના કરૂણમોત

જુનાગઢમાં ઝાલણસર નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફોરવીલ અને બાઈક વચ્ચે સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત નિપજ્યા છે

 જાણવા મળ્યા મુજબ  મૃતક વ્યક્તિઓ સંબંધમાં પિતા પુત્ર હતા અને અન્ય એક વ્યક્તિ મૃતક પુત્રના સસરા હતા. બ્રીજ પર ફોરવીલ સાથે બાઈક અથડાઈ અને બાઈક નીચે પડી જતા ત્રણેય વ્યકતીઓના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ તુરંત ઘટના સ્થળે પહોચી હતી.

(11:29 pm IST)