સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th December 2022

મોરબીના જેતપર ગામના તળાવમાં શ્રમિક યુવાન ડૂબ્યો: ફાયર ટીમે શોધખોળ ચલાવી

 યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી તળાવ કાંઠેથી યુવાનના કપડા પણ મળી આવ્યા

મોરબી તાલુકાના જેતપર ગામના તળાવમાં એક યુવાન ડૂબ્યો હોવાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને શોધખોળ ચલાવી હતી જોકે યુવાનનો કોઈ પત્તો લાગ્યો ના હતો
  બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જેતપર ગામના તળાવ પાસે એક યુવાન તળાવમાં ન્હાવા ગયો હોય દરમિયાન કોઈ કારણોસર ડૂબી ગયો હતો જે બનાવની જાણ થતા મોરબી ફાયર ટીમના તરવૈયાઓ દોડી ગયા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે અંધકાર છવાઈ જતા શોધખોળ કરવી શક્ય ના હોય જેથી ફાયર ટીમ ખાલી હાથે પરત ફરી હતી ગ્રામજનો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સાંજના સુમારે એક મહિલા અહી કપડા ધોતી હોય ત્યારે એક શ્રમિક યુવાનને તળાવ તરફ જતા જોયો હતો
જોકે બાદમાં પરત આવતા ના જોયો હોય જેથી યુવાન ડુબ્યાની આશંકા વ્યક્ત કરી હતી અને ફાયર ટીમ દોડી ગઈ હતી જોકે યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી તળાવ કાંઠેથી યુવાનના કપડા પણ મળી આવ્યા હોવાની માહિતી મળી છે ત્યારે ગુરુવારે ફરીથી યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે.

(10:23 pm IST)