સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th December 2022

બી આર સી ભવન બગસરા ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

બાળ વૈજ્ઞાનિકો દ્વારા અનેકવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી

બગસરા :બી આર સી ભવન બગસરા ખાતે આજે તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસ એ આયોજનમાં અનેક વિદ્યાર્થીઓ દ્વારા પોતાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

વિગત અનુસાર બગસરા બીઆરસી ભવન ખાતે તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું સુંદર આયોજન કરવામાં આવેલું જેમાં કુલ પાંચ વિભાગોમાં સી.આર.સી કક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરેલી ૨૫ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ૫૦ જેટલા બાળ વૈજ્ઞાનિકો તથા ૨૫ માર્ગદર્શક શિક્ષકો પોતાની કૃતિ જિલ્લા કક્ષાએ પસંદગી પામે તે માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ તકે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેખાબેન શાહ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિવ્યેશભાઈ દુધરેજીયા,  તાલુકાના તમામ સી.આર.સી કોર્ડીનેટર, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, બગસરા તાલુકા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી સહિતના  સ્ટાફે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

(1:10 am IST)