સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

ગઢડામાં પોલીસ પર હુમલો: મહિલાઓએ પથ્થરમારો કરીને આંખમાં મરચા નાખ્યા:પાંચ પોલીસકર્મી ઘાયલ

પરિવારનો ઝઘડો ચાલતો હોય પોલીસ પહોંચી : પોલીસ સાથે પરિવારજનોએ ઝપાઝપી કરી :એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડ્યો

બોટાદના ગઢડામાં પોલીસ પર એક પરિવારજનોએ હુમલો કર્યો છે.આ અંગે મળતી વિગત મુજબ ગઢડાના કાળિયા ધોળીયા ઓટા વિસ્તારમાં એક પરિવારમાં ઝઘડો ચાલતો હતો અને પોલીસને વરધી મળતા પોલીસ પહોંચી હતી. જોકે પોલીસ સાથે પરિવારજનોએ ઝપાઝપી કરી હતી. મહિલાઓએ પથ્થમારો કર્યો હતો અને પોલીસની આંખોમાં મરચા નાખ્યા હતા.

   પોલીસ પર થયેલા હુમલામાં પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ સાથે ઝપાઝપી કરનાર એક આર્મી મેન હોવાનું સામે આવ્યુ હતું.

(7:47 pm IST)