સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

કચ્છમાં ભૂકંપના ૩ આંચકા

રાજકોટ તા. ૭ : કચ્છમાં કાલે શુક્રવારે બપોરથી આજે બપોર સુધીમાં ભૂકંપના ૩ આંચકા અનુભવાયા હતા.

ગાંધીનગર સ્થિતિ સિસ્મોગ્રાફ સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે કાલે શુક્રવારે બપોરના ૧.૪ર વાગ્યે કચ્છના ભચાઉમાં ૧.૯ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનુ કેન્દ્રબિન્દુ ભચાઉથી ૯ કી.મી.દુર પશ્ચિમ દિશા તરફ હતું.

જયારે કાલે રાત્રીના ૧૧.૪૦ વાગ્યે કચ્છના દુધઇથી ૧ર કી.મી. દુર દક્ષિણ દિશા તરફ ર.૮ ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

આ ઉપરાંત કાલે શુક્રવારે મોડી રાત્રીના ૩.૦૭ વાગ્યે ભચાઉથી ૩ર કિ.મી. દુર ૩.૦ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

(3:53 pm IST)