સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

પોરબંદરના નિવૃત એસટી ડ્રાઇવર અને એનઆરઆઇ મિત્ર જલ્લાદ તરીકે કામ કરવા તૈયાર

બળાત્કારના આરોપીઓને ફાંસી આપવા જલ્લાદ મળતા નથી તેવી સરકારની જાહેરાત સામે ઓફર કરીઃ ફાંસી બાદ પીડિતાના પરિવારને ૫૧ હજારનું દાન આપવાનું જણાવ્યું

પોરબંદર તા.૭: દેશમાં બળાત્કારના આરોપીઓને ફાંસીની સજા આપવા માટે જલ્લાદ મળતા નથી તેવી સરકારે જાહેરાત કરીને આરોપીઓને ફાંસી આપવામાં વિલંબ કરી રહેલ છે ત્યારે એસટી.ના નિવૃત ડ્રાઇવર હાજાભાઇ આંત્રોલિયા તથા તેના એનઆરઆઇ મિત્ર બીપીનભાઇ ટાંક કે જેઓ નાઇરોબીથી પોરબંદર ફરવા આવેલ છે બન્નેએ જલ્લાદ તરીકે કામ કરવા સરકારને ખૂલ્લી ઓફર કરી છે.

 વર્ષોજૂના મિત્રો હાજાભાઇ આંત્રોલિયા અને બિપીનભાઇ ટાંકે આરોપીઓને ફાંસી બાદ પીડિતાના પરિવારને ૫૧ હજારનું અનુદાન પણ પોતાની કમાણીમાંથી આપશે તેવું જણાવેલ છે.

(3:50 pm IST)