સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

લોધીકાના સાંગલી પાસે ખુંટીયો આડો ઉતરતા બાઇક અથડાતા મહેશભાઇ સાવલીયાનું મોત

પત્ની નીતાબેન સાવલીયાને રાજકોટ ખસેડાયાઃ ચાંદલી લગ્ન પ્રસંગમાંથી પરત આવતી વખતે અકસ્માત સર્જાયો

રાજકોટ તા ૭  : લોધીકાના સાંગલી ગામ પાસે બાઇક આડે ખુંટીયો ઉતરતા બાઇક અથડાતા પટેલ દંપતીને ઇજા થઇ હતી જેમાં પટેલ યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ લોધીકાના નાના સાંગણવા ગામમાં રહેતા મહેશભાઇ ધીરૂભાઇ સાવલીયા (ઉ.વ.૩૫) ગઇકાલે પત્ની નીતાબેન સાવલીયા (ઉ.વ.૩૩) સાથે બાઇક પર ચાંદલી ગામે લગ્નપ્રસંગમાં ગયા  હતા, બાદ બંને પરત આવતા હતા ત્યારે સાંગલી ગામ પાસે અચાનક ખુ૭ીયો આડો ઉતરતા બાઇક ખુંટીયા સાથે અથડાતા બંને ફંગોળાઇ ગયા હતા. બંનેને ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, ત્યાં મહેશભાઇનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું મૃતક મહેશભાઇ સાવલીયા ખેતી કરતા હતા. આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. અજીતસિંહ જાડેજા તથા રાઇટર શીતેષભાઇ પટેલે કાગળો કરી લોધીકા મોકલવા તજવીજ હાથ ધરી છે.

(3:49 pm IST)