સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

ધ્રાંગધ્રા પોલીસે એક શખ્સને ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપ્યો

વઢવાણ, તા. ૭ જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના મુજબ ધ્રાંગધ્રા ડીવીઝનના પોલીસ સ્ટાફે જેલ રોડ પરથી ઇકબાલ મહેબુબભાઇ મંડળી (ઉ.વ.રર)ને એક દેશી બનાવટની પિસ્તોલ સાથે કિ. રૂ. ૧૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

આરોપીને કડક પૂછપરછ કરતા આ હથિયાર તેને ધ્રાંગધ્રા વાળા મહેબુબ ઇકબાલભાઇ મોવર મીયાણા પાસેથી ખરીદયાનું જણાવતા પોલીસે ગણત્રીની કલાકોમાં જ મહેબુબને પકડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આરોપી વિરૂદ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધાવેલ છે.

બંને આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ હોવાની પોલીસે વિશેષ પૂછપરછ હાથ ધરી છે.

(1:07 pm IST)