સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

રાજુલાના રામપરા ખાતે ૧૪ માર્ચથી પૂ.મોરારીબાપુની રામકથાનું આયોજન

રાજુલા, તા., ૭: રાજુલા તાલુકાના રામપરા ગામ ખાતે આવેલા સુપ્રસિધ્ધ વૃંદાવન બાગઅને રાજુલામાં જે ભવ્યાતીભવ્ય સાધનો સાથે વિવિધ રોગોના દર્દીઓની વિનામુલ્યે નામાંકીત ડોકટરો દ્વારા સેવા અપાવાની છે તેવા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના સેવાર્થે પૂ. મોરારીબાપુએયજમાનસાથે રામકથા ફાળવી છે.

આ રામકથા ૧૪ માર્ચથી રર માર્ચ ર૦ર૦માં થશે. રાજુલામાં થોડા મહિનાઓ પહેલા  પુ. મોરારીબાપુની વિશેષ ઉપસ્થિતિમાં  મુખ્યમંત્રી ીવજયભાઇ રુપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલે મહાત્મા ગાંધી આરોગ્ય ભવનનુ઼ ખાતમુહુર્ત કર્યુ હતું.

આ પ્રસંગે પૂ. બાપુએ વૃંદાવન બાગ અને મહાત્મા ગાંધી આરોગ્ય ભવનના સેવાથેૃ યજમાન સાથે રામકથા આપવાની વાત કરી હતી. જે માર્ચ માસમાં મુતિમંત થશે. પુ. બાપુ હંમેશ આરોગ્યક્ષેત્રની ચિંતા કરતા આવ્યા છે તેમના વિચારો છે કે ગરીબ વર્ગને જરૂરી તબીબી સારવાર વિનામુલ્યે સારા નામાંકીત ડોકટરો પુરા મળે પુ. બાપુના આ વિચારોને આગળ ધપાવતા રાજુલાના ધારાસભ્ય અંબરીષ ડેરે મુળ રાજુલાના અને હાલ મુંબઇ ખાતે સ્થાયી થયેલા શ્રેષ્ઠ શ્રેષ્ઠીઓનો સંપર્ક કરી અનુદાન મળેલી પુ.બાપુના આશીર્વાદ સાથે રાજુલા ખાતે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર બનાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યુ છે. કથામાંથી જે આવક થશે તે પુ.બાપુ વૃંદાવન બાગ આશ્રમને  અને મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરને ફાળવી દેવાશે.

(1:03 pm IST)