સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

લુપ્ત થતી જતી વાઈલ્ડ કેટના બચ્ચાનાં મોઢામાં ગળુ પકડી લાકડી ઘુસાડી દીધી

અમરેલીના જંગલમાં આરક્ષિત પ્રાણીઓની ક્રૂર પજવણીનો વિડિઓ વાયરલ

અમરેલીના જંગલમાં આરક્ષિત પ્રાણીઓની ક્રૂર પજવણીનો વિડિયો વાયરલ થયો છે. વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન નીચે આવતા વન્ય જીવ જંગલ કેટની ફરી પજવણી કરાતી હોય તેવી વીડિયો સામે આવ્યો છે

 વિડીઓમાં તાજા જન્મેલા વાઈલ્ડ કેટના બચ્ચાને દીપડાનું બચ્ચું માની લોકો ખેતરમાં હેરાન કરી રહ્યા છે. આરક્ષિત અ લુપ્ત થતી વાઈલ્ડ જંગલ કેટના બચ્ચા સાથે કેટલાક લોકો ગળુ પકડી મોઢામાં લાકડી ઘુસાડી હોય તેવુ વીડિયોમાં સામે આવ્યુ છે

 . વાઈલ્ડ કેટની પજવણી કરતો વીડિયો બગસરાના શાપર ગામનો હોવાનું અનુમાન છે. વન્યજીવોની પજવણી કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રકૃતિપ્રેમીઓ માંગ કરી રહ્યા છે.

(12:57 pm IST)