સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

૨૭ એકરના વિશાળ પ્રાકૃતિક જંગલમાં પથરાયેલ કુદરતી ઉપચાર કેન્દ્ર ''સ્વાગત''માં અચૂક પધારો

ચારેકોર ફેલાઇ રહેલ બિમારીના કારણોમાં મુખ્યત્વે તણાવયુકત (ટેન્સનવાળી) આધુનિક જીવનશૈલી, બદલાયેલ ખાનપાન, દુષિત પર્યાવરણ અને દવાઓની આડઅસર મુખ્ય છે. જેના પરીણામે કુદકે ને ભુસકે ડાયાબીટીસ, બ્લડપ્રેસર, અસ્થમા, એલર્જી, ગેસ, એસીડીટી, કબજીયાત, લીવર-કીડનીના રોગો, પેરેલીસીસ, થાઇરોઇડ, સોરાયસીસ, કોલેસ્ટ્રોલ, ચામડીના રોગો, ડીપ્રેશન, કાયમી શરદી, વધારે પડતું વજન, આર્થરાઇટીસ જેવા રોગો વિજળીક ઝડપે ફેલાયા છે.

આ રોગોને નાથવામાં આધુનિક સારવાર પણ હાંફી જાય છે, થાકી જાય છે, કયારેક આડ અસરોનો ભોગ પણ બનવુ પડે છે. ત્યારે સુરતની ભાગોળે નેશનલ હાઇવે નં.૮, ધામદોડ, તા. માંગરોલ, જિ. સુરત-૩૯૪૧૨૫ ખાતે આવેલ ''સ્વાગત નેચર કયોર-કુદરતી ઉપચાર''ની મુલાકાત અવશ્ય લેવા જેવી છે.

જાણીતા પર્યાવરણવીદ, વૈજ્ઞાનિક, ખેડુત અને મોટાગજાના ઉદ્યોગપતિ, આધ્યાત્મિક પંથ ઉપર ખુબ આગળ નિકળી ચુકેલા અને સ્વાગત નર્સરીથી દેશભરમાં પ્રસિધ્ધ બનેલા શ્રી વલ્લભભાઇ પટેલનો સંપર્ક સાધતા તેમણે કહેલ કે ઉપરોકત રોગો માટે કુદરતી ઇલાજ શ્રેષ્ઠ પરીણામો આપી રહેલ છે.

શ્રી વલ્લભભાઇ (મો. ૯૮૭૯૧ ૧૦૦૪૯) એ વધુમાં જણાવેલ કે યોગા, આસન, પ્રાણાયમ, હર્બલ, મસાજ, સ્ટીમબાથ, સુર્યસ્નાન, પંચકર્મ, એનીમા, આયુર્વેદીક વનસ્પતિના ગ્રીન જયુસ તેમજ ફલોના જયુસમાં  આ રોગોનો કુદરતી ઇલાજ રહેલ છે. અહિ વૈદ્ય શ્રી નરેશભાઇ (ધનવંતરી) (મો.૭૪૮૬૯ ૮૩૩૩૩)ની સેવાઓ પણ ઉપલબ્ધ છે. શ્રી વલ્લભભાઇએ અકિલાને કહેલ કે ઓકિસજન રીચ, પોલ્યુશન ફી, મનમોહક રંગબેરંગી ફુલોની સુંગધ, દિવ્ય શકિત-શાંતીનો અહેસાસ કરાવતુ ૨૭ એકર પ્રાકૃતિક જંગલમાં પથરાયેલુ કુદરતી ઉપચાર કેન્દ્ર ''સ્વાગત નેચર કયોર''માં આ બધુ ઉપલબ્ધ છે. તો અચુક અહિં એક વખત મુલાકાત લેવી જ રહી. અહિં બધી સુવિધા ઉપલબ્ધ છે.

સ્વાગત કુદરતી ઉપચાર કેન્દ્રનો ગુરૂવારથી મંગલારંભ

રાજકોટઃ માંગરોડ તાલુકાના ધામડોદ (કોસંબા) ખાતે ઓકિસજન રીચ, પોલ્યુશન ફ્રી, ફુલોથી સુગંધીત, શાંતિનો અહેસાસ કરાવતા કુદરતી ઉપચાર, કેન્દ્રનો મંગલ ઉદઘાટન સમારોહ તા.૧૨ના ગુરૂવારે સવારે ૧૦ થી ૧ સુધી યોજાયેલ છે. ભોજન સમારંભમાં 'કાચુ તે સાચુ' થીમ આધારીત નવીન ભોજન પ્રથા અમલમાં રહેશે. વકતા તરીકે શ્રીમતી ધરતીબેન ઠકકર ઉપસ્થિત રહી આરોગ્યલક્ષી કાળજી લેવા અંગેનું માર્ગદર્શન આપશે. ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, એસીડીટી, થાઇરોઇડ, આર્થરાઇટીસ સહિતના રોગોના કુદરતી ઉપચાર અહિં કરાશે. તેમ વલ્લભભાઇ પટેલ (મો.૯૮૭૯૧ ૧૦૦૪૯) એ જણાવેલ છે.

(12:02 pm IST)