સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

મોરબી માં ગાયત્રી માતાજી દ્વિ-દશાબ્દી મહોત્સવ તથા ૨૧ મો પાટોત્સવ

મોરબી તા ૭  : શ્રી ગાયત્રી માતાજીના દ્વિ-દશાબ્દી મહોત્સવ, માતાજીના એકવીશમાં પાટોત્સવના અવસરે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, મોરબી દ્વારા, ૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા સમુઅ યજ્ઞોપવિતનુ઼ આયોજન તા.૩૦ જાન્યુઆરી (વસંત પંચમી), ગુરૂવારના રોજ કરવામાં આવેલ છે.

ધર્મપ્રેમી જનતાને આ અવસરનો લાભ લેવા તેમજ ગાયત્રી મહાયજ્ઞ તથા સમુહ યજ્ઞોપવિતમાં ભાગ લેવા માટે ઉપરાંત યજ્ઞોપવિત સંસ્કાર પ્રાપ્ત કરનાર બટુકોને ભેટ આપવા માટે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, ''ગાયત્રી પ્રેરણા મંદિર, ૧૪ વાઘપરા, મોરબી સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (૩.૪)

વૈધસભાની મીટીંગ

રાજકોટ : મોરબી વૈદ્યસભાની આગામી પ્રોગ્રામ માટે પ્રમુખ ડો. બી.કે. લહેરૂના અધ્યક્ષ સ્થાને જનરલ મીટીંગ તથા કારોબારીની રચના માટે તા.૧૦ ના રોજ મંગળવારે, રાત્રે ૯ વાગ્યે ધનવન્તરી ભવન, કાયાજી પ્લોટમાં રાખેલ છે, તો તમામ સભ્યએ હાજર રહેવા યાદીમાં જણાવાયું છે.

સીનીયર સીટીઝનના હોદેદારો

સીનીયર સીટીઝનના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ, મંત્રી મહશભાઇ ભટ્ટ, ઉપપ્રમુખ એલ.ડી.હડીયલ સીવીલ એન્જી. તથા રમણભાલ મહેતા, સહમંત્રી સવજીભાઇ અઘારા, ખજાનચી વકીલ જગદીશભાઇ ઓઝા, મીડીયા ઇન્ચાર્જશ્રી વાલેરા, પ્રોજેકટ ચેરમેન નરભેરામભાઇ ચડાસણીયા તથા કારોબારી અને સલાહકાર સમિતિ સુરજબાગમાં નિમણુંક થયેલ છે. ટ્રસ્ટી તરીકે ધીરૂભાઇ ભોજાણી, ડો. બાણુગરીયા તથા ચંન્દ્રકાંતભાઇ આશર ચાલુ રહેલ છે.

(11:37 am IST)