સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

પોરબંદર દરિયામાં ૪૦-૪પ કીમી ઝડપે પવન ફુંકાય તેવી સંભાવનાઃ ર નંબરનું સિગ્નલ યથાવત

 પોરબંદર તા. ૭: દક્ષિણ-પશ્ચિમ દિશામાં લો-પ્રેસરની અસરરૂપે પોરબંદર અરબી સમુદ્રમાં ૪૦-૪પ કી.મી. ઝડપે પવન ફુંકાય તેવી સંભાવના છે. માછીમારોને સાવચેત રહેવા ચેતવણી અપાય છે. તેમજ બંદર કાંઠે આજે બીજે દિવસે ર નંબરનું સિગ્નલ ચાલુ રાખેલ છે.આજે સવારે પોરબંદર દરિયામાં સામાન્ય મોજા તથા સરેરાશ પવનની ઝડપ ૭ કી.મી. છે. વાદળિયુ હવામાન છે. એરપોર્ટ હવામાન કચેરી મુજબ ગુરુતમ ઉષ્ણતામાન ર૮ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણતામાન ૧૯.૮ સે.ગ્રે. પવનની ગતિ ૭ કી.મી. હવાનું દબાણ ૧૦૧૭,ર એચ.પી.એ. રહ્યું છે.

(11:32 am IST)