સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

ભાણવડના જાંબુસર ગામે જામગરી બંદુક સાથે ઝડપાયો

ખખંભાળીયા તા.૭: દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક રોહન આનંદના માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર હથીયારો તથા દારૂ-જુગારની બદી નાબુદ કરવા માટે એલ.સી.બી.શાખાના પોલીસ ઇન્સ. એમ.ડી.ચંદ્રાવાડીયા તથા પો.સ.ઇ, વી.એમ.ઝાલા એ સુચના કરેલ જેના આધારે પેટ્રોલીંગ ફરેલ.

ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ હેડ કોન્સ.મસરીભાઇ આહીર તથા બોઘાભાઇ કેશરીયાને હકિકત આધારે રેઇડ દરમીયાન, જાંબુસર ગામે રહેતા રાજુભાઇ ચનાભાઇ જાડેજા (ડફેર)ને એક દેશી બનાવટનું જુનવાણી જામગરી બંદુક (અગ્નિશસ) હીથીયાર કિ.૫૦૦ની સાથે પકડી લઇ પોલીસ હેડ.કોન્સ.બી.એમ.કેસરીયાએ આરોપીની ધરપકડ કરી ખંભાળીયા પો.સ્ટે.માં ગુનો રેકર્ડ કરાવેલ છે.

(11:29 am IST)