News of Saturday, 7th December 2019
ગુજરાત પોલીસ પણ આવુ કરશે તો
બધાને ગમશેઃ એન્કાઉન્ટરની ઘટનાને બિરદાવતા લલિત વસોયા
રાજકોટ તા. ૭ : હૈદ્રાબાદમાં સામુહિક દુષ્કર્મના આરોપીઓનુ એન્કાઉન્ટર થતા આ ઘટનાને ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ બિરદાવી છે.
લલિતભાઇ વસોયાએ કહ્યું છે કે સામુહિક દુષ્કર્મ આચરીને યુવતિને સળગાવી દેનાર ૪ ગુન્હેગારોનું એન્કાઉટર કરવા બદલ ધન્યવાદ તેલંગાના પોલીસને ૧૦૦ તોપની સલામ. ગુજરાત પોલીસ આવુ પગલુ ભરશે તો બધાને ગમશે તેમ લલિતભાઇ વસોયાએ જણાવ્યું છે.
(11:08 am IST)