સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

ટંકારાના સાવડી ગામની હત્યાનો ભેદ ઉકેલાયો: દારૂ પીધા બાદ બોલાચાલી થતા વૃઘ્ધની હત્યા કરાઈ

હત્યા લૂંટના ઈરાદે નહીં પણ બોલાચાલી થતા મર્ડર : પોલીસે સગીર સહીત બેને ઝડપી લીધા

ટંકારાના સાવડી ગામની સીમમાં વૃદ્ધની હત્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં પોલીસે હત્યામાં સંડોવાયેલ સગીર સહીત બેને ઝડપી લીધા છે જોકે હત્યા લૂંટના ઈરાદે કરાઈ ના હતી અને દારૂ પીધા બાદ બોલાચાલી થતા વૃદ્ધની હત્યા થઇ હોવાનો ખુલાસો થયો છે

  બનાવની મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં વાડીની ઓરડીમાં ઘેલાભાઈ વશરામભાઈ ચૌહાણની હત્યા થઇ હોય અને આરોપીઓ લૂંટ ચલાવી નાસી ગયા હોય તેવી ફરિયાદ બાદ મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલા અને ઇન્ચાર્જ ડીવાયએસપી જે એમ આલના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ અને એલસીબી તેમજ એસઓજી ટીમે તપાસ ચલાવી હતી જેમાં આરોપી ભૂદર નારસિંગ દીતેલીયાભાઈ તડવી આદિવાસી (ઉ.વ.૨૭) રહે સાવડી ગામની સીમમાં વાડીમાં અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લેવાયા છે તેમજ ઝડપાયેલ આરોપી ભૂદર આદિવાસીની સઘન પૂછપરછ કરતા તેને વટાણા વેરી નાખ્યા હતા જેમાં આરોપી ભૂદર અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મૃતક ઘેલાભાઈ ચૌહાણની વાડીએ સાથે દારૂ પીવા ગયા હતા અને દારૂ પીધા બાદ બોલાચાલી થતા ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી અને બે મોબાઈલ લઈને આરોપી નાસી ગયા હત જે બંને મોબાઈલ જમીનમાં દાટેલ મળી આવ્યા હતા જે રીકવર કર્યા છે જયારે ૧,૨૫,૦૦૦ ની રોકડ રકમ બનાવસ્થળેથી જ મળી આવ્યા હોવાનું જીલ્લા પોલીસવડાએ જણાવ્યું છે

 આ કામગીરીમાં એલસીબી પી આઈ વી બી જાડેજા, એસઓજી પીઆઈ જે એમ આલ, ટંકારા મહિલા પીએસઆઈ એલ બી બગડા, એલસીબી ટીમના ઈશ્વરભાઈ કલોતરા, ચંદુભાઈ, ભગીરથસિંહ ઝાલા, સંજયભાઈ કૈલા,ટંકારા પોલીસના મહમદ ઉસ્માન બલોચ, સુરેશભાઈ ઠોરીયા, જનકભાઈ મારવણીયા, પ્રવીણભાઈ મેવા, વિક્રમભાઈ ફૂગસીયા, વિશ્વરાજસિંહ ઝાલા, રવિભાઈ ગઢવી અને હરદીપસિંહ ઝાલા રોકાયેલ હતા  

(11:12 pm IST)