સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

ભાવનગર :જાહેરમાં જુગાર રમતા બે પત્તાપ્રેમીઓને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી:૧૪,૬૦૦નો મુદ્દામાલ જપ્ત

 

ભાવનગર : ઘોઘારોડ, ચૌદનાળા પુલ પાસેજાહેરમાં જુગાર રમતા બે શખ્શોને 14,600ના મુદામાલ સાથે ભાવનગર એસઓજીએ ઝડપી લીધા છે અને ઘોઘા રોડ પોલીસને સોંપી આપ્યા છે 

  ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ નાબુદ કરવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલએ હાથ ધરેલ ઝુંબેશના ભાગરૂપે એસ..જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની  સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. હેડકોન્સ. યોગેન્દ્રસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયાને મળેલ સંયુકત બાતમી આધારે ઘોઘારોડ, ચૌદનાળા પુલ પાસે જાહેરમાં ગંજીપાનાના પાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો  હરેશભાઇ લવજીભાઇ બારૈયા (..૩૮) ( રહે. પ્લોટ નંબર ૩૦૨, સીતારામનગર રૂવાગામ ૨૫ વારીયા, ભાવનગર ) અને ( મનીષભાઇ ગોવિંદભાઇ ચાડ (..૩૨ ) ( રહેવાસી ઘોઘા જકાતનાકા, ૫૦ વારીયા, પ્લોટ નં. ભાવનગર )ને  ગંજીપાનાના પાના તથા રોકડ રૂપિયા ૧૪,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે બન્ને  વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે

કામગીરીમાં એસ..જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર ની સુચનાથી એસ..જી.ના  હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા વિશ્વજીતસિંહ ઝાલા તથા મહિપાલસિંહ ગોહિલ તથા રાજદિપસિંહ ગોહીલ જોડાયા હતા.

(1:06 am IST)