સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

શિક્ષકોએ પોતાના બાળકોને ભણાવતા હોય તેવો ભાવ રાખવો :ખાનગી શાળાની માફક કાઢી મુકવાની સિસ્ટમ શરૂ કરવા મજબુર નહિ કરતા :ભુપેન્દ્રસિંહ ચુડાસમા

પોરબંદરમાં ''રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનું યોગદાન ''વિષયે સેમિનારમાં શિક્ષણમંત્રીની આકરી ચેતવણી

પોરબંદર ખાતે 'રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનું યોગદાન' વિષય પર સેમિનાર યોજાયો હતો જેમાં મુખ્યમહેમાન પદે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યાં હતા.

પોરબંદરમાં વી જી મોઢા કોલેજ અને જિલ્લા શિક્ષણ તાલિમ ભવન દ્વારા આયોજીત રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનું યોગદાન વિષય પર સેમિનારમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોનો ઉધળો લેતા જણાવ્યું કે, " શિક્ષકો શાળામાં પોતાના જ બાળકોને ભણાવતા હોય તેવો ભાવ રાખવો જોઇએ. જેમ પરિણામ ન આવે તો ખાનગી શાળામાંથી શિક્ષકોને કાઢી મૂકવામાં આવે છે તેવી રીતે સરકારી શાળામાં પણ આવી સિસ્ટમ શરૂ કરવા મજબૂર ન કરશો.
  વધુમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું કે જણાવ્યું કે રાષ્ટ્ર નિર્માણમાં સંવેદના સાથે સેલ્ફ ડિસિપ્લિન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોનો ફાળો ખૂબ જ મહત્વનો છે. આજના સમયમાં પર સ્ત્રી માત સમાન હોય તેવી ભાવનાની ખાસ જરૂર છે

   ચુડાસમાએ જણાવ્યું કે રાજ્યની સરકારી શાળામાં ધોરણ 1થી 9 સુધી વિદ્યાર્થીઓને પાસ જ કરી દેવાનો નિયમ મને અયોગ્ય લાગે છે. વિદ્યાર્થીઓની પરીક્ષા લઇને નપાસ પણ કરી શકાય. આ સમગ્ર મામલે અમે કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરી છે .

(11:40 pm IST)