સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

જુનાગઢમાં ર વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

જુનાગઢ, તા. ૭: જુનાગઢ રેન્જ આઈ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદી સાહેબની સુચનાથી રેન્જમાં નાસતા ફરતા આરોપી પકડવા બાબતે સુચના આપતા આર.આર.સેલના પોસઈ ડી.બી. પીઠીયા તથા સ્ટાફને ખાનગી બાતી મળી હતી.

વંથલી પો.સ્ટે.ના સેકન્ડ ગુ.ર.નં. ૩૧૨૨/૧૬ આઈ.પી.સી. ૩૨૩, ૫૦૪નો આરોપી અલી ઉર્ફે લાલો ફલુભાઈ લુણાય ડફેર રહે. સાતલપુર ધાર હાલ ભાલછેલ તા.મેદરડા વાળો રાત્રીના વંથલીથી નિકળવાનો હોય જેણે વંથલી જુનાગઢ રોડ ઉપરથી તા.૦૭/૧૨/૨૦૧૮ નાક.૧.૪૫ વાગે વંથલી ટાઉન માંથી ઝડપી વંથલી પો.સ્ટે.માં અટક કરી સોપેલ છે. અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(3:39 pm IST)