સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

જામનગરમાં કોર્પોરેશન દ્વારા વેરો ન ભરનાર ૯ બાકીદારોની મિલ્કત જપ્ત

જામનગર તા.૭:મહાનગરપાલિકા મિલ્કત વેરા શાખા દ્વારા તા.૩૧ સુધીનો મિલ્કત વેરો ન ભરનાર મિલ્કતધારકોને નિયમાનુસાર વોરંટ તથા અનુસુચિની બજવણી તેમજ વારંવાર રૂબરૂ જણાવવા છતાં પણ મિલ્કત વેરો ન ભરનાર ૯ મિલ્કત જપ્તામાં લેવામાં આવેલ છે. જેમાં પ્રતિમલાલ જુગતરામ, વિજય ભુવન, આર્ય સમાજ રોડ, હાજી ઇસ્માઇલ હાજી મુસા, ભાડુઆત-ગુલાબહુશેન રજાક જેડા-બેડી રોડ, બેડેશ્વર, હાજી ઇસ્માઇલ હાજી મુસા, ભાડુઆત- આસીફ અબ્દુલ કકલ- બેડી રોડ બેડેશ્વર, હાજી ઇસ્માઇલ હાજી મુસા, ભાડુઆત-મોહમદ ઉમરખાન રસીદખાન- બેડી રોડ બેડેશ્વર, હાજી ઇસ્માઇલ હાજી મુસા, ભાડુઆત- ઝરીના ઇબ્રાહીમ પઠાણ-બેડી રોડ બેડેશ્વર, હાજી ઇસ્માઇલ હાજી મુસા, બેડી રોડ બેડેશ્વર, ભગવાનદાસ મુળજીભાઇ કોટેચા, તિરૂપતિ એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફલોર, બ્લોક નં. ૧, જાગૃતિ શૈલેષકુમાર ભટ્ટ, ફર્સ્ટ ફલોર, બ્લોક નં. ૧૦૧, અવધ એપાર્ટમેન્ટ, ઇન્દ્રવદન પ્રભુદાસ ગુસાણી, શિવહરિ ટાવર, ચોથો માળ, ખંભાળીયા નાકા બહાર મિલ્કતો 'સીલ' કરવામાં આવેલ છે.

રીકવરી કામગીરી કમિશ્નરશ્રીની સુચના અનુસાર આસી. કમિશ્નર (ટેકસ) જીજ્ઞેશભાઇ નિર્મલ, ટેકસ ઓફિસર જી.જે. નંદાણીયાના માર્ગદર્શન હેઠળ રીકવરી ટીમનાં કર્મચારીઓ ડી.કે. સોલંકી, એ.કે. ડામોર, હિતેશ ભોજાણી, શ્રી દિનેશ લખીયર, જમન વાઘેલા (કો.બે.), શકિતસિંહ ગોહિલ (કો.બે.), શ્રી અભિજીતસિંહ જાડેજા (કો.બે.), કિરીટભાઇ વાઘેલા (કો.બે.), શ્રી દિપેશ ચુડાસમા (કો.બે.) તથા ચિરાગભાઇ માડલીયા (કો.બે.)વિ.દ્વારા કરવામાં આવેલ હતી.

(3:37 pm IST)