સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

અમિતભાઈ સાથે રાજુ ધ્રુવ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ  સોમનાથ મહાદેવ માં અનન્ય શ્રદ્ઘા ધરાવે છે. સોમનાથ મહાદેવ પ્રત્યે ની અપાર  આસ્થા-ભકિત ના કારણે તેઓ અવાર નવાર સોમનાથ મહાદેવ ના ચરણે શીશ નમાવવા-  દર્શન કરવા આવતા હોય છે ત્યારે કાર્યકર્તાઓ ને મળતા હોય છે અને જરૂરી માર્ગદર્શન આપી ઉત્સાહ વધારતા હોય છે. તેમના સોમનાથ આગમન વેળાએ સ્થાનિક આગેવાનો સાથે સ્વાગત કરતા ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ સાથે તસ્વીર માં સંસદસભ્યો રાજેશભાઇ ચુડાસમા, ચુનિભાઈ ગોહેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ  ઠકરાર, પૂર્વ પ્રધાન જશાભાઈ બારડ, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, સહકારી આગેવાન અને ભાજપ અગ્રણીઓ ડોલરભાઈ કોટેચા, કિશોરભાઈ કુહાડા, જેઠાભાઇ પાનેરા વિગેરે નજરે પડે છે.(૩૦.૫)

(3:37 pm IST)