સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

રાણાવાવના રાણા બોરડીમાં ડિગ્રી વિનાનો ડોકટર ઝડપાયો

રાણા બોરડીમાંથી નકલી ડોકટર ઝડપાયો

 જુનાગઢ : રાણાબોરડીમાં ઝડપાયેલ નકલી ડોકટરની પોરબંદર એલસીબીએ પુછપરછ કરી તે તસ્વીર. (૯.પ)

(ટ્રંકકોલ) પોરબંદર તા. ૭ : રાણાવાવના રાણા બોરડીમાં ડોટકરની ડિગ્રી વિના ડોકટરની પ્રેકટીસ કરતા રાણાવાવના સાકીર સબાબત મલેક  (ઉ.૪૭) તે એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એન. ચુડાસમાએ પકડી પાડેલ છે.

જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહની સુચના તથા કોન્સ્ટેબલ મસરીભાઇને મળેલી બાબતમીને આધારે આ બોગસ ડોકટરને ઝડપી લીધો હતો. બોગસર ડોકટર પાસે સ્ટેટોસ્પેક, બી.પી.માપવાનું સાધન, તથા એરોપેથીક દવાનો જથ્થો મળી કુલ ૬ર૭૯ નો મુદામાલ મળી આવેલ ડોકટર સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

(3:36 pm IST)