સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

જસદણ ચૂંટણી : કલેકટર કચેરી ખાતે EVMનું સેકન્ડ રેન્કેમાઇઝેશન : ૧૯મીએ ૧૪૦૦નો સ્ટાફ રવાના..

ર૦મી એ સવારે ૮ થી પ મતદાન : સમગ્ર જસદણમાં જડબેસલાક બંદોબસ્ત : ૧૦ ટકા સ્ટાફ રીઝર્વ : હવે ૧૯ મીએ સ્ટાફનું છેલ્લુ રેન્કેમાઇઝેશન

રાજકોટ, તા. ૭ :  આગામી ર૦મી ડીસેમ્બરે જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી થનાર છે, તે પૂર્વે આજે મતદાનમાં ઉપયોગમાં લેવાનાર તમામ ઇવીએમનું સેકન્ડ રેન્કેમાઇઝેશન કલેકટર ડો. રાહુલ ગુપ્તા, એડી. કલેકટર શ્રી પરિમલ પંડ્યા, નાયબ ચૂંટણી અધિકારી શ્રી ધાધલ, બે ઓબઝેવર તથા અન્યોનું ઉપસ્થિતિમાં થયુ હતું. હવે ૧૯ મીએ સવારે જસદણ ખાતે સ્ટાફનું છેલ્લુ રેન્કેમાઇઝેશન થશે.  ૧૦ ટકા રીઝર્વ સહિત કુલ ૧૪૬૦ આસપાસનો સ્ટાફ રહેશે.

ર૦મીએ સવારે ૮ થી પ મતદાન થશે, સમગ્ર જસદણમાં જડબેસલાક બંદોબસ્ત ત્ર દિ' અગાઉ ગોઠવાશે. સ્ટાફમાં દરેક બૂથ ઉપર પ્રિસાઇડીંગ ઓફીસર, ફર્સ્ટ પોલીંગ ઓફીસર, સેકન્ડ પોલીંગ ઓફીસર, મહિલા પોલીંગ ઓફીસર અને પટ્ટાવાળા રહેશે, હાલ તંત્ર દ્વારા છેલ્લા તબક્કાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે.

સ્ટાફની કાલથી તાલીમ શરૂ થશે, ગોંડલના સ્ટાફની કાલે ગોંડલમાં તો જેતપુરના સ્ટાફની પ્રથમ તાલીમ ૯ મીએ સવારે જેતપુર ખાતે યોજાશે. (૯.૧૩)

(3:36 pm IST)