સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

જૂનાગઢમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેસના બદલે પાણી નીકળતા ચકચાર

 

જૂનાગઢમાં રાંધણ ગેસના બાટલામાંથી ગેસના બદલે પાણી નીકળતા બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢમાં કિશોર સાવલિયા નામના વ્યક્તિના ઘરમાં એક રાંધણ ગેસનો બાટલો લાવવામાં આવ્યો હતો. જે સગડી સાથે જોડ્યો તો પણ તે ચાલુ પણ થયો ન હોતો.

   આ અંગે કિશોરભાઇએ જણાવ્યું કે અમારા ઘરે ગેસ સિલિન્ડર ખાલી થઇ જતા અમે અમારા મિત્રના ઘરેથી ગેસનો બોટલ લાવ્યા હતા. સિલિન્ડરનાં વાલ્વને ઉપરથી દબાવતા તેમાંથી થોડુંક પાણી નીકળ્યું હતું. જે પછી થોડુ વધારે દબાવતા તેમાંથી બીજુ પાણી નીકળ્યું હતું. બાદમાં બોટલમાં નોઝલને પ્રેસ કરી હતી તેમાંથી પાણીનો ફુવારો નીકળ્યો હતો. સિલિન્ડરમાંથી બે ડોલ પાણી નીકળ્યું હતું

(2:47 pm IST)