News of Friday, 7th December 2018
અહીંયા કોઈએ ચૂંટણી પ્રચાર કે મત માંગવા આવવું નહીં :જસદણના આટકોટ વિસ્તારમાં લાગ્યા બેનર !!
ઉમેદવારો મત માંગવા ઉત્સુક પરંતુ પ્રજાના પ્રશ્નો યથાવત રહેતા લોકો રોષ દેખાયો
જસદણમાં પેટા ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ છે. જોકે નાગરિકોમાં રાજકીય પક્ષો પ્રત્યે રોષ છે અને આટકોટમાં મતમાંગવા કે પ્રચાર માટે આવવુ નહી તેવી તાકીદ કરવામાં આવી છે.
એક તરફ ઉમેદવારો એક એક મત મેળવવા જનસંપર્કમાં વ્યસ્ત છે.વધુમાં વધુ લોકો સાથે મુલાકાત કરીને મત મેળવવા ઉત્સુક છે. ત્યાં પ્રજા પોતાના પ્રશ્નો હજુ યથાવત છે. તેનું નિરાકરણ આવ્યું નથી. તેથી રોષમાં છે અને પોસ્ટર લગાવી રાજકીય પક્ષોએ આવવું નહી તેવું લખાણ લખ્યું છે.
(2:05 pm IST)