સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

સુરેન્દ્રનગરમાં ડેન્ગ્યુનો કહેર :છેલ્લા અઠવાડિયામાં 10 લોકોનો રિપોર્ટ પોઝિટિવ

સુધરાઈના કોંગી સદસ્યના પતિ મેહુલ ગોવિંદીયાને પણ ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ :તંત્રમાં દોડધામ

સુરેન્દ્રનગર જિલ્લામાં ડેન્ગ્યુનો કહેર વર્તાઈ રહયો છે છેલ્લા એક જ અઠવાડિયામાં 10 લોકોને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે.

  સુરેન્દ્રનગર સુધરાઈના કોંગી સદસ્યના પતિ મેહુલ ગોવિંદીયાને પણ ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાની આરોગ્ય શાખા અને સ્વચ્છતા શાખાની કાર્યવાહી પર પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

   આ અંગે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાને જાણ થતાં માત્ર સુધરાઈ સદસ્યના ઘરનું આજુબાજુ જ ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવતા તંત્ર વ્હાલા દવલાની નીતિ અપનાવી રહ્યું હોવાના આક્ષેપો પણ થાય છે.

  સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી, ધ્રાંગધ્રા અને વઢવાણમાં ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા હતા ત્યારે ઝાલાવાડના પાટનગર સુરેન્દ્રનગરમાં પણ ડેન્ગ્યુના 10 કેસ જોવા મળતા આરોગ્ય વિભાગની કાર્યવાહી પર શંકા ઉભી થઇ છે.

(1:02 pm IST)