સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

ધોરાજીઃ બોડી ગ્રામપંચાયતના ગ્રામજનોના સહયોગથી ૩પ લાખના ખર્ચે વેગડી ગામના રસ્તા, પાણી, સફાઇના કામો થયો

ધોરાજી, તા.૭: વેગડી ગામે રોડ રસ્તા, પાણી, સફાઈ સહિતના કામો ગામજનો પંચાયત બોડીના સહિયારા સહકારથી વેગડી ગામ વિકસિત બની રહેલ છે.

રાજકોટ જીલ્લાનાં ધોરાજી તાલુકાનુ ભાદર નદીનાં કાંઠે આવેલું વેગડી ગામની વસ્તી ૧૭૦૦ જેટલી છે જેમાં કોળી, ભરવાડ, દલીત, રબારી,ખાંટ સહિતનાં ઇતર સમાજનાં લોકો એકતા સાથે રહે છે વેગડી ગામનાં લોકો ખેતી આધારીત વ્યવસાયો કરી રહયાં છે નાનાં એવાં વેગડી ગામે પંચાયતની ચૂટણી હંમેશા સમરસ રીતે થઈ છે પંચાયત બોડીમાં ગામનાં તમામ સમાજો નાં લોકો હળીમળીને ગામનો વિકાસ કામો કરી રહયાં છે.

વેગડી ગામ પંચાયત નાં મહીલા સરપંચ મીનાબેન વકાતરે પત્રકારોને જણાવ્યુ હતુ કે વેગડી ગામમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સ્વછત ભારતનાં સપનાં ને સાકાર કરવા માટે સ્વછત વેગડી ગામ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરી ને વેગડી ગામને કચરા મુકત ગામ બનાવેલ છે વેગડી ગામના રસ્તાઓ ૩૫ લાખના ખચે પેવિગ બ્લોકથી બનાવવામાં આવેલ છે અન્ય ગામના બાકી રહેલા રસ્તાઓના કામો મજૂર કરાયાં છે.

વેગડી ગ્રામપંચાયત દ્વારા ગામનાં તમામ રોડ રસ્તા જાહેર ચોક ખાતે કચરો એકઠો કરવાં ડસ્ટબીનો રખાઈ છે તમામ કચરો એકઠો કરવાં માટે ટ્રેકટર મારફતે ભેગો કરીને નિયત સ્થળે નિકાલ કરાઇ રહયો છે.

વધુમાં મહીલા સરપંચ મીનાબેન પૂનાભાઈ વકાતરએ જણાવ્યુ હતુ વેગડી ગામે ગામ પંચાયતની ટીમ તથા વડીલો તાલૂકા જીલ્લાનાં અધીકારીઓનાં સહકારથી માર્ગદર્શનથી વેગડી ગામે પાણી પાઈપલાઈન, પેવર બ્લોક,ભૂર્ગભ ગટર યોજનાના કામો પૂર્ણ કરાયા છે.

(12:08 pm IST)