સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

જસદણ ચૂંટણીમાં પલડુ ભારે કરવા ભાજપ મોટુ માથુ ખેડવવાની ફીરાક માં!

પેટાચૂંટણીના સમિકરણો જ ફેરવી નાખે તેવોઙ્ગ કોંગ્રેસને કમ્મરતોડ ઘા લાગશે?

રાજકોટ તા.૭: જસદણની પ્રતિષ્ઠાના જંગ સમી પેટાચૂંટણીમાં પ્રચાર બરાબરનો રંગ જામવાની શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ અને ભાજપે એડીચોટીનું જોર લગાડવા કમ્મર કસી છેે ત્યારે પેટાચૂંટણીના સમિકરણો જ ફેરવી નાખે તેવો કમ્મરતોડ ઘા મારવાની વેતરણમાં ભાજપના નેતાઓ ગુંથાયાના નિર્દેશો મળી રહયાં છે.

એકાદ બે દિવસમાં કોંગ્રેસનું મોટુ માથું ખેડવવામાં ભાજપ સફળ થાય તેવી ચર્ચાએ જોર પકડયું છે.

જસદણમાં પ્રચાર વેગવંતો બન્યો છે ત્યારે ભાજપ-કોંગ્રેસ તથા સોશ્યલ મીડિયામાં એક મેસેજે જોર પકડયું છે કે કોંગ્રેસનું એક મોટુ માથું ખડી રહયું છે.

ભાજપના અમુક જવાબદાર નેતાઓએ રાજકીય તોડફોડના ચક્રો ગતિમાન કર્યા છે અને મહદ્દ અંશે સફળતા મળ્યાનું અને કોંગ્રેસને જનોઇવઢ ઘા મારે તેવી ચર્ચા ભાજપ અને કોંગ્રેસમાં થઇ રહી છે.

એમ કહેવાય છે કે અત્યંત ગુપ્તતા સાથે આ ઓપરેશન હાથ ધરાયાનું મનાય છે જો કે કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ આ મોટુ માથું જસદણ, ભાવનગર કે સુરેન્દ્રનગર પંથકનું પણ હોઇ શકે છે.

(12:02 pm IST)