સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

ગોંડલ પોલીસનો એકશન પ્લાન : નિશાચરોને નાથવા રપ પોઇન્ટ પર નાઇટ પેટ્રોલીંગ

ડી.વાય.એસ.પી. જાડેજા તથા પી.આઇ. રામાનુજ દ્વારા પેટ્રોલીંગ પર ચાંપતી નજર

ગોંડલ, તા. ૭ :  ગોંડલ શહેરમાં ચોરીના બનાવો વધી રહ્યા હોય નિશાચરોને તાબે કરવા સીટી પોલીસ દ્વારા એકશન પ્લાન તૈયાર કરી રોજિંદા રાત્રે શહેરના ૨૫ જેટલા વિવિધ પોઇન્ટ ઉપર પોલીસ તૈનાત કરી જીપ તેમજ બાઈક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

ગોંડલ શહેર પોલીસ ઇન્સ્પેકટર કે એન રામાનુજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેર પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ એકશન પ્લાન તૈયાર કરી નિશાચરોને કાબૂ કરવા પોલીસ ફોર્સ દ્વારા કમર કસવામાં આવી છે, શિયાળાની શરૂઆતમાં જ રાત્રી દરમિયાન નિશાચરો દ્વારા અસામાજિક પ્રવૃત્ત્િ।ઓ તેમજ ચોરીની દ્યટનાઓને અંજામ આપવામાં આવતો હોય છે પરંતુ કોઈ અનિચ્છનીય દ્યટના બને તે પહેલાં જ સીટી પોલીસે શહેરના ભોજરાજપરા, ભગવતપરા, નાની મોટી બજાર, ગુંદાળા ચોકડી, ઉમવાડા ચોકડી, રામદ્વાર, યોગીદ્વાર, કુંભારવાડા તેમજ વિજયનગર સહિત શહેરના સીમાડાઓથી આવેલ સોસાયટીઓમાં ૨૫ જેટલા પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પોલીસ ઇન્સ્પેકટર, બે પી.એસ.આઇ તેમજ ૭૦ જેટલા પોલીસ તથા હોમગાર્ડના જવાનો નાઈટ પેટ્રોલીંગ માટે તૈનાત કરાયા છે, આ સાથે જ ત્રણ પોલીસ કાર અને બાઈક પેટ્રોલિંગ પણ પોલીસ દ્વારા સદ્યન રીતે કરવામાં આવી રહ્યું છે.

પોલીસતંત્રના સદ્યન નાઇટ પેટ્રોલિંગ થી નિશાચરો અને અસામાજિક પ્રવૃત્ત્િ।ઓ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતા લોકોને રાત્રિના અટકાવી પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે.

ડીવાયએસપી જાડેજા નું પણ નાઈટ પેટ્રોલિંગ પર ચાંપતી નજર રાખી પેટ્રોલીંગમાં જોડાઇ છે. (૯.૧)

(12:02 pm IST)