સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

માણાવદરના ઇન્દ્રા તથા શેરડી ગામે ડિગ્રી વગરના મહિલા ડોકટરો પકડાયા

માણાવદર તા.૭: તાલુકા હેલ્થ ઓફિસર શ્રી જાવીયા મેડમે જણાવેલ હતું કે તાલુકાના ઇન્દ્રા તથા શેરડી ગામોમાં કોઇ સરકાર માન્ય ડિગ્રી વગર જ એલોપથીકની દવાઓ અપાય છે. જેની જાણ થતાં ગઇકાલે રેડ કરેલ તે દરમ્યાન ઇન્દ્રા ગામે નેન્સીબહેન પટેલ પાસેથી કોઇ ડિગ્રી વગર એલોપથીક દવા-ઇન્જેકશનનો જથ્થો પકડાયેલ. તેઓ ભીંડોરા ગણા, ઇન્દ્રા ત્રણેય ગામોમાં દવાઓ આપતા હોવાનું માલુમ પડેલ તથા શેરડી ગામે પ્રફુલભાઇ પરમારના પત્ની પ્રજ્ઞાબેન આવી દવા આપતા હોવાનું માલુમ પડેલ પ્રફુલભાઇ ત્યાં હાજર મળેલ નથી. ડિગ્રી વગર પ્રેકટીસ કરતાં ડોકટરો પકડાતા ચકચાર જગાવી છે.

(11:58 am IST)