સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

તળાજા - મહુવાના ૨૦ ગામના લોકો માઇનિંગ વિરૂધ્ધ લડત આપશે

પચીસહજારથી વધુ સહીઓ સાથે જરૂર જણાએ સુપ્રીમના દ્વાર ખટખટાવાશે

તળાજા તા. ૭ : તળાજા અને મહુવા તાલુકાના દરિયા કિનારે આવેલ વિસ ગામના લોકો માઇનિંગને લઈ કાયદાકીય લડત લડવાનું મન બનાવી ચુકયા છે. જેને લઈ સહી ઝુંબેશ શરૂ કરી છે. આવનારા દિવસો માં જરૂર જણાયે સુપ્રીમ કોર્ટ ના દ્વાર ખટખટાવા માઆવશે.

તળાજા અને મહુવા વિસ્તારના ગામડાના ખેડૂતો અને ખેત મજૂરોએ આપ બળે મેથળા નજીક ખારા પાણીને રોકવા પાળો બાંધ્યા બાદ હવે જાન દેગે જમીન નહિના સૂત્રને સાર્થક કરવા બાયો ચડાવીછે. સરકારે આ વિસ્તારમાં સીમેન્ટ ફેકટરીને લાયક લાઈમ સ્ટોન હોય ખનન કરવાની મંજૂરી આ વિસ્તારના ગ્રામજનોની ના હોવા છતાંય આપવામા આવી છે.

ભરતભાઇ ભીલના જણાવ્યા પ્રમાણે ગઈકાલથી આ વિસ્તારના લોકોની સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વિસ ગામના લોકો ને અસરકર્તા હોય લોકો નથી ઇચ્છતા કે અહીં માઇનિંગ થાય. આથી ગ્રીન ટ્રીબ્યુનલમાં હાલ કેસ ચાલી રહ્યા છે. અદાજીગ પચીસ હજારથી વધુ સહીઓ એકથી કરવામાં આવશે. લોકોના ઘેર ઘેર સુધી આંદોલન પહોંચતું કરીશુ અને ન્યાય માટે તમામ સહી ઓ સાથે સુપ્રીમ કોર્ટ સુધીજ જવાનીઙ્ગ ત્યારી કરી છે. લોકોની સહી કંપનીના માલિક સુધી પણ પહોંચતી કરવામા આવશે. તેમને પણ વાકેફ કરવામાં આવશે.

(11:56 am IST)