સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

આખરે તળાજા પોલીસે સક્રિયતા દાખવી સરાજાહેર મોબાઇલ લૂંટનો ભોગ બનેલ યુવતીની ફરિયાદ નોંધી

વેપારીઓએ રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવ્યા ન હોય લૂંટારૂનું લોકેશન ન મળ્યું

તળાજા તા. ૭ : તળાજાની ભરબજારે ગત સાંજના સુમારે નણંદ અને ભોજાઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળની તરફથી મોઢે રૂમાલ બાંધીને આવેલ શખ્સ એ યુવતીના હાથમા રહેલ મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જવાની ઘટનાને લઈ આજ નોંધાયેલ પોલીસ ફરીયાદ બાદ હાથ ધરેલ તપાસમાં રસ્તા પરની દુકાનોના સીસીટીવી ફુટેજ ચેક કરવામા આવ્યા હતાં. જોકે તેમાં કોઈ સગડ આરોપીના મળ્યા નથી.

તળાજા શહેરમાં બજારએ ચાલી જતી યુવતીનો મોબાઈલ પોતાના જ હાથમાં હોય અને કોઈ અજાણ્યો શખસ આવી ઝૂંટવીને લઈ જાય તેવી પ્રથમ ઘટના ગઈ કાલ સાંજએ બની હતી. તળાજા પોલીસ એકશન મોડમાં આવી હતી.

સામેથી યુવતીના પરિવારજનોને મળી કાયદેસરની કાર્યવાહી હાથધરવાના ભાગ રૂપે શહેર ની ડુંગરા વાળી શેરીમાં રહેતા ગોવિંદભાઈ બારીયાની દીકરી પારૂલબેન ઉવ ૨૩ એ ગાંધીચોક તરફ જવાના રસ્તા પર આવેલ દુર્ગા ટેઇલરની સામે મોઢા પર રૂમલ બાંધીને પાછળ ની તરફ થી આવેલ અજાણ્યા શખ્સએ મોબાઈલ ઝૂંટવી યુવતીને પછાડી દઈ ફરાર થઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને તેના ભાભી માર્કેટમાંથી ખરીદી કરી ને ઘરે પરત ફરતા હતાત્યારે પીછો કરી રહેલ અજણાયા શખસએ આ સરાજાહેર હિંમતકરી હતી.

તપાસનિશ અધિકારી એસ.એમ. સીસોદીયાએ જણાવ્યૂ હતું કે પ્રારંભિક તપાસમાં મોબાઈલ ઝૂંટવી જનાર શખસ દોડીને જૂની શાકમાર્કેટ વાળા રસ્તાની સામેના ખાંચામાં થઈ ગોરખી દરવાજા તરફ ભાગ્યો હતો. તે ઉપર થી તળાજાના આંતરિક ગલી ખાચા વાળા રસ્તાથી વાકેફ હતો.

આ વિસ્તારની બે દુકાનોના સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવતા બન્ને દુકાનોના વેપારીઓએ રસ્તા પર કેમેરો લાગવાયો ન હોય અજાણ્યા શખસની બાબતે વધુ માહિતી જાણીશકાય નથી. પોલીસ નું માનવું છેકે તળાજા નો સ્થાનિક શખ્સ હોવો જોઈ એ. યુવતીના પરિવારજનો દ્વારા મોબાઈલ એપ્લિકેશન દ્વારા મોબાઈલ કયાં કાર્યરત છે તે ઇન્ટરનેટના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરેલ. જેમાં રાતના આઠ વાગ્યા સુધી મોબાઈલ ચાલુ હતો. તેનું લોકેશન હનુમાન ચોક ટાવરનું બતાવતું હતું.(૨૧.૧૪)

(11:56 am IST)