સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

ઉના-ગીરગઢડા કોંગ્રેસ દ્વારા આવેદન

ઉના : ઉના-ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિએ લોકરક્ષક દળની પરીક્ષાના ઉમેદવારોને ન્યાય આપવા આવેદન પત્ર આપી વિરોધ કર્યો હતો. આગેવાન રામભાઇ ડાભી, બાલુભાઇ હીરપરા, રાજુભાઇ ગોસ્વામી, યોગેશભાઇ બાંભણીયા, નુતનબા ગોહિલ, મંજુલાબેન પરમાર, અરજણભાઇ મજીઠીયા સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો પ્રાંત કચેરીએ જઇ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મુખ્ય સચીવ, કલેકટરને સંબોધી લખેલ આવેદનપત્ર પ્રાંત અધિકારી પરજાપતિને આપી જણાવેલ કે સમગ્ર ગુજરાત રાજયના ૮.૭૬ લાખ જેટલા ઉમેદવારોએ લોકરક્ષ દળની પરીક્ષા લેખીત આપવા ખાનગી ટયુશનની મોટી ફી ભરી તૈયારી કરી હતી જેમાં પેપર લીક થઇ જતા પરીક્ષા રદ થતાં બેરોજચાર યુવાનોના કરોડો રૂપિયા ખર્ચ પાણીમાં ગયો છે. ભાજપ સરકારના પાપે ભાંડો ફૂટતો બહાર આવ્યું છે. ભૂતકાળમાં ઘણી ભરતીની પ્રક્રિયા પરીક્ષામાં મોટા કૌભાંડો થયા હતા. ગુજરાતના યુવાનોનો બેકારીનો આંક વધી રહ્યો છે તે સરકારની રોજગારી આપવાની નિષ્ફળતા છે. આ પરીક્ષા આપવા ગયેલા ઉમેદવારો પૈકી જેના માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે તેને રપ-રપ લાખની સહાય આપવી તેમજ આ પેપર લીકની તપાસ માટે ઉચ્ચ ન્યાય પાલિકા સીટીંગ જજના અધ્યક્ષતામાં તપાસ કરી આ કૌભાંડના મૂળ સુધી મોટામાથા સુધી પહોંચી તેને બહાર લાવી આકરામાં આકરી સજા થાય તેવી માંગણી કરી હતી . આવેદનપત્ર પાઠવ્યું તે તસ્વીર. (૮.પ)

 

(11:54 am IST)