સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

મોરબીના આમરણમાં જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા: ૨૦,૩૫૦ ની રોકડ જપ્ત

 

મોરબીના આમરણ ગામે જાહેરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે

  આ અંગેની વિગત મુજબ મોરબીના આમરણ ગામમાં રાત્રીના સમયે શેરીમાં બેસી જુગાર રમતા ભગવાનજી શમ્ભુભાઈ દેવીપૂજક રહે લાયન્સનગર મોરબી, કિશન હેમુભાઈ દેવીપૂજક અને ગણપત રામસિંગ દેવીપૂજક તથા કિશન કકું દેવીપુજક રહે ત્રણેય મૂળ આમરણ હાલ મુંબઈ વાળાને ઝડપી પોલીસે ૨૦,૩૫૦ ની રોકડ જપ્ત કરી છે

(9:03 am IST)