સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 7th December 2018

વાંકાનેર તાલુકામાં ધાડના ગુન્હામાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી મહેશ કચીયા ઝડપાયો

વાંકાનેર તાલુકામાં ધાડના ગુન્હામાં છેલ્લા બે વર્ષથીનાસતા ફરતા આરોપીને ઝડપી લેવાયો છે મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના મુજબ મોરબી ફર્લો સ્કવોડના પીએસઆઈ એ બી જાડેજા, ફારૂકભાઈ પટેલ, ચંદુભાઈ કણોતરા, નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ, એ પી જાડેજા, દશરથસિંહ પરમાર, સહદેવસિંહ ઝાલા અને રવિરાજસિંહ ઝાલા સહિતની ટીમ પેટ્રોલિંગ કરતા હોય દરમિયાન બાતમી મળી હતી કે વાંકાનેર તાલુકામાં ધાડના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી મહેશ શંકરભાઈ કચિયા જાતે પટેલ (ઉ.વ.૩૦) રહે મહાલક્ષ્‍મી મંદિર પાસે ચુડા જી સુરેન્દ્રનગર વાળાની ધોરણસરની અટક કરી મોરબી સીટી બી ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો છે અને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

(1:10 am IST)